Indian Railways News => Topic started by eabhi200k on Jul 12, 2013 - 15:00:30 PM


Title - મુંબઇ-અમદાવાદ વચ્ચેના ટ્રેન વ્યવહાર ઠપ
Posted by : eabhi200k on Jul 12, 2013 - 15:00:30 PM

અમદાવાદ તા.12 જુલાઈ, 2013

દક્ષિણ ગુજરાતમાં અને ખાસ તો વલસાડમંા છેલ્લા બાર કલાકથી ભારે વરસાદ હોવાથી ભીષણ પૂર આવવાની શક્યતા છે. બીજી બાજુ આજે સવારથી અમદાવાદથી મુંબઇ તરફ જતી લાંબા અંતરની ટ્રેનોને વલસાડ પહેલાં અટકાવી દેવામાં આવી હતી. સૂરતથી રોજની જેમ ઉપડેલી ફ્લાઇંગ રાણીને પણ આગળ જતી અટકાવી દેવામાં આવી હતી.

એ જ રીતે મુંબઇથી આવી રહેલી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ, ગુજરાત એક્સપ્રેસ અને શતાબ્દી પણ વાપીની આસપાસ અટકાવી દેવામાં આવી હોવાના સમાચાર મલ્યા હતા. જો કે રેલવે તરફથી આ અંગે કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી એટલે હજારો ઉતારુઓ અટવાઇ પડવાની દહેશત સેવાતી હતી.